શ્રદ્ધેય શ્રી એ. નાગરાજજી પ્રેરિત મધ્યસ્થ દર્શન (સહ-અસ્તિત્વવાદ) પર આધારિત આ શિબિરમાં મુખ્ય પ્રબોધક તરીકે શ્રી જયભાઈ પટેલે ખૂબ જ સરળ, સચોટ અને પ્રભાવશાળી શૈલીમાં માનવ જીવનના મૂળભૂત પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આજના આધુનિક યુગમાં ભૌતિક સમૃદ્ધિ હોવા છતાં માણસ કેમ આંતરિક રીતે અશાંત છે અને પરિવારોમાં ક્લેશ મુક્ત સ્નેહસભર વાતાવરણ કેવી રીતે ઊભું કરી શકાય, તે અંગે શિબિર દરમિયાન ઊંડાણપૂર્વક સંવાદ અને મંથન કરવામાં આવ્યું હતું.
આ શિબિરના મુખ્ય આયોજક અને પુરુષાર્થ વિદ્યાનિકેતનના સંચાલક શ્રી ભીમશીભાઈ કરમૂરના સુંદર અને સુઆયોજિત વ્યવસ્થાપનને કારણે સમગ્ર શિબિર ભવ્ય રીતે સફળ રહી હતી.
શિબિરનો કેન્દ્રીય સંદેશ અને મુખ્ય સાર:
1. યોગ્ય સમજ - વ્યક્તિમાં સુખ
2. યોગ્ય સંબંધ - પરિવારમાં સમાધાન
3. યોગ્ય વ્યવસ્થા - સમાજમાં સમૃદ્ધિ
4. સહઅસ્તિત્વની સમજ સમગ્ર અસ્તિત્વમાં સમરસતા
શિબિરના અંતે પ્રબોધક શ્રી જયભાઈ પટેલે કેન્દ્રીય સંદેશ આપતા જણાવ્યું હતું કે, "સમાધાન વ્યક્તિમાં, સમૃદ્ધિ પરિવારમાં, અભય સમાજમાં અને સહઅસ્તિત્વ સમગ્ર અસ્તિત્વમાં" લાવવું એ જ સાચી જીવન વિદ્યા છે. પાંચ દિવસના આ વૈચારિક મંથનથી શિબિરાર્થીઓને જીવન જીવવાનો એક નવો અને સકારાત્મક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો હતો.


Post a Comment
0 Comments