Type Here to Get Search Results !
image-27

દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.નો મોટો સપાટો: ત્રણ જિલ્લામાં વોન્ટેડ પ્રોહિબિશનનો નાસતો ફરતો આરોપી મોરઝર ગામેથી દબોચાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ લાઈન અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) તરફથી આ સમયના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજ્યમાં પ્રોહિબિશન એટલે કે દારૂબંધીના ગુના આચરીને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત દ્વારકા એલ.સી.બી. ટીમને ખૂબ મોટી સફળતા મળી છે. ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં 'લાલશાહીથી વેંચેલ' એટલે કે મોસ્ટ વોન્ટેડ જાહેર થયેલો નાસતો ફરતો આરોપી વિજય ઉગાભાઈ બગડા આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને આ આરોપીને મોરઝર ગામેથી ઝડપી લીધો છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક (IGP) શ્રી નિલિપ્ત રાય સાહેબ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે સમગ્ર વિભાગમાં એક કડક ડ્રાઇવ રાખવામાં આવી છે. આ સૂચનાના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) શ્રી જયરાજસિંહ વાલા સાહેબે સ્થાનિક કક્ષાએ એક્શન પ્લાન તૈયાર કરાવ્યો હતો. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એચ. જોશીના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો સતત વર્કઆઉટ અને પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન આ મોટી સફળતા હાથ લાગી છે
એલ.સી.બી.ની ટીમ જ્યારે ગુનેગારોની શોધખોળમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને વેજાણંદભાઇ બેરાને એક અત્યંત ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમીદાર પાસેથી હકીકત મળી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળીયા તેમજ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના દારૂબંધીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી વિજયભાઇ ઉગાભાઇ બગડા હાલ મોરઝર ગામ ખાતે છે. બાતમી મળતા જ ઇન્ચાર્જ પી.આઇ. એન.એચ. જોશીની રાહબરી હેઠળ ટીમ તુરંત એક્શનમાં આવી હતી અને મોરઝર ગામે ઓચિંતો દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
પોલીસના સત્તાવાર રેકોર્ડ મુજબ, ઝડપાયેલો આરોપી વિજય બગડા વર્ષ 2025ના ત્રણ ગંભીર પ્રોહિબિશન કેસોમાં લાંબા સમયથી નાસતો ફરતો હતો:
ભાણવડ પોલીસ સ્ટેશન: પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૧૨૫૧૧૪૮/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ-એ), ૧૧૬(બી) મુજબનો ગુનો.
જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન: પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૧૨૫૦૮८૨/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ એ), ૮૧ મુજબનો ગુનો.
ધ્રોલ પોલીસ સ્ટેશન (જિ. જામનગર): પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૨૦૨૦૨૧૨૫૦૫૧૪/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ (એએ), ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો.
ઉપર જણાવેલ ત્રણ પોલીસ સ્ટેશન ના ગુનામાં  અટકાયત કરી ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કરવા માવિજયભાઇ ઉગાભાઇ બગડા  આવેલ છે 

Post a Comment

0 Comments